2036 ઓલિમ્પિક્સ ગુજરાતમાં જ યોજાશેઃ શાહ

Wednesday 12th March 2025 06:18 EDT
 
 

ગાંધીનગરઃ વર્ષ 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન ગુજરાતમાં થશે તે દોહરાવતાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં દિવ્યાંગો માટેના રમતગમત સંકુલનો શિલાન્યાસ કર્યો હતો. ગુજરાતમાં બનેલા આ સંકુલમાં વિવિધ 10 રમત માટેની સુવિધા, સાધનો, કોચિંગ ઉપરાંત ખેલાડીઓ માટે હોસ્ટેલ અને ઇનડોર ગેમ્સના સ્ટેડિયમ સુધીની સુવિધા ઉપલબ્ધ બનશે. આ પ્રસંગે શાહે કહ્યું કે, ગુજરાત દેશમાં સૌથી વધુ સ્પોર્ટ્સ ઇન્ફાસ્ટ્રક્ચર ધરાવતું રાજ્ય બન્યું છે. ગુજરાતના યુવાનોને તેનો ચોક્કસ લાભ થશે.


comments powered by Disqus