અમદાવાદઃ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (PRL)એ નવો એક્ઝોપ્લેનેટ એટલે કે તારાની આસપાસ ફરતો ગ્રહ શોધ્યો છે, જે પૃથ્વી કરતાં 80 ગણો મોટો છે. TOI-6038A b નામના આ ગ્રહ પર ફક્ત સાડા પાંચ દિવસમાં જ એનું એક વર્ષ પૂરું થઈ જાય છે અને તાપમાન 1800થી 2000 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે છે. આ એક્ઝોપ્લેનેટ પર હાઇડ્રોજન અને હિલિયમ જ છે. દરેક સ્ટારની બાજુમાં ગ્રહ મળે એને એક્ઝોપ્લેનેટ કહેવાય, જે સોલાર સિસ્ટમ કરતાં ઘણા અલગ છે. કોઈ ગ્રહ સૂર્ય સિવાયના અન્ય તારાની આસપાસ ફરે એને એક્ઝોપ્લેનેટ કહવાય છે.