અમદાવાદઃ પાકિસ્તાનથી 39 કિલો ડ્રગ્સનું કન્સાઇન્મેન્ટ સાઉથ આફ્રિકા મોકલવાના ગુનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સહિત 12 વિરુદ્ધ અમદાવાદની એનઆઇએ કોર્ટે વીડિયો કોન્ફરન્સથી આરોપનામું ઘડ્યું હતું. આરોપનામાની કોપીમાં સાબરમતી જેલ અને કચ્છ-ભુજની પાલારા જેલમાં કેદ આરોપીઓની સહી લેવાશે. ચાર્જફ્રેમ થતાં હવે આ કેસની કાર્યવાહી થશે. લોરેન્સના
ઇશારે પાકિસ્તાનના અબ્દુલ્લા જામિલે ડ્રગ્સ બલુચિસ્તાનના બંદરથી બોટમાં કચ્છના મીઠા પોર્ટ ખાતે મોકલ્યું હતું, જેમાં 6 પાકિસ્તાનીને પણ ઝડપી લેવાયા હતા.