કોડિનારની દીકરી શોના પંડ્યાને કેનેડા સ્પેસમાં મોકલશે

Wednesday 12th March 2025 06:17 EDT
 
 

અમદાવાદઃ ધ કેનેડિયન સ્પેસ એજન્સી (સીએસએ) દ્વારા એક ગુજરાતી યુવતી શોના પંડ્યાને સ્પેસમાં મોકલવાની તૈયારી શરૂ કરી છે. મૂળ કોડિનાર ડોક્ટર ફિઝિયોથેરપિસ્ટ પિતા કેનેડામાં સ્થાયી થયાં હતાં, જેમની પુત્રી શોના પંડ્યા વ્યવસાયે ડોક્ટર એમડી, ફિઝિશિયન છે, જેમને રિસર્ચ એસ્ટ્રોનોટ તરીકે કેનેડિયન સ્પેસ એજન્સી સ્પેસમાં મોકલશે.
શોના સ્પેસમાં જઈને શું કરશે?
શોનાએ જણાવ્યું કે, ‘અત્યારે અમે IIAS (ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર એસ્ટ્રોનોટિકલ સાયન્સીસ) સાથે વર્જિન ગેલેક્ટિકના કોમર્શિયલ સ્પેસક્રાફ્ટ ‘ડેલ્ટા-ક્લાસ’માં 2026ના અંત સુધીમાં સ્પેસમાં જઈશું. અમે ત્રણ સ્પેસ રિસર્ચર અત્યારે આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છીએ. સ્પેસક્રાફ્ટમાં 2 પાઇલટ અને 6 રિસર્ચરની કેપેસિટી છે. જેમાં IIAS-02 મિશનના ભાગરૂપે મારું સિલેક્શન થયું છે. મારે ત્યાં ક્રૂની મહિલાઓના સ્વાસ્થ્ય પર રિસર્ચ કરવાનું છે. એમના ન્યૂરોસાયન્સ અને હેલ્થ ટેક્નોલોજીને લગતા પ્રયોગ કરીશું. જેના કારણે ભવિષ્યમાં એસ્ટ્રોનોટની હેલ્થને લગતા ફાયદાઓ થઈ શકશે.’
‘મહિલા તરીકે ઘણી મુશ્કેલીઓ પડી’
શોનાએ કહ્યું કે, ‘ખાલી રંગભેદ જ નહીં, અહીં તો સેક્સિઝમનો પણ એટલો જ ભોગ બની છું. એક મહિલા તરીકે આ ફિલ્ડમાં આટલું આગળ વધવું ઘણું અઘરું છે. ત્યાં સુધી કે આજની તારીખે પણ હું કોઈને કહું કે, ‘હેલ્લો, હું ડો. પંડ્યા’ તો લોકો આશ્ચર્યથી મારી સામે જુએ છે. આપણે 2025માં છીએ અને છતાં લોકોને હજુ ભરોસો નથી થતો કે કોઈ મહિલા ડોક્ટર બની શકે.
આ બધાની વચ્ચે હું ‘વર્જિન ગેલેક્ટિક’ સાથે 2016 પહેલાં સ્પેસમાં જઈશ. 5 એસ્ટ્રોનોટની ટીમમાં હું એકલી મહિલા છું. એટલે આ મારા માટે ઘણી ગર્વની વાત છે.’ હવે બસ હું સ્પેસમાં જઉં એ પહેલાં સુનિતાદીદી હેમખેમ પરત આવી જાય, એટલે અમે એકબીજાને મળી લઈએ. આખરે અમે બંને પંડ્યા ડોટર્સ જ રહ્યાં ને...’


comments powered by Disqus