અમદાવાદઃ ગોધરામાં સાબરમતી ટ્રેન હત્યાકાંડ બાદ વર્ષ 2002માં ફાટી નીકળેલાં કોમી રમખાણોના ગોધરાના કુલ 14 સાક્ષીની સુરક્ષા હટાવી દેવાઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ 14 સાક્ષીને 150 જેટલા સીઆઇએસએફ જવાનો દ્વારા સુરક્ષા પૂરી પાડવામાં આવતી હતી. ગૃહમંત્રાલયે એસઆઇટીની ભલામણના રિપોર્ટના આધારે 14 સાક્ષીની સુરક્ષા દૂર કરવા નિર્ણય લીધો છે. કોમી રમખાણો પર રચાયેલી એસઆઇટીએ 10 નવેમ્બર 2023એ સાક્ષીઓની સુરક્ષા દૂર કરવા માટેનો અહેવાલ આપ્યો હતો.
જેમની સુરક્ષા હટાવાઈ છે તેમાં અમીનાબહેન હબીબ સૈયદ, હબીબ રસૂલ સૈયદ વગેરે મળી 13 લઘુમતી કોમના અને એક ભાઈલાલ ચંદુભાઈ રાઠવા મળી કુલ 14 સાક્ષીનો સમાવેશ થાય છે.