અમદાવાદઃ ગુજરાત દેશના વિકાસમાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહ્યું છે. નવા અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય દ્વારા દેશભરમાં શરૂ કરાયેલા 5 પાયલોટ પ્રોજેક્ટ્સ હેઠળ હાઇડ્રોજનથી ચાલતાં વાહનોના ઉપયોગ માટે ગુજરાતમાં અમદાવાદ-વડોદરા-સુરત અને જામનગર-અમદાવાદ રૂટ નક્કી કરાયો છે, જેના પર બસો અને ટ્રક દોડશે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કુલ 37 હાઇડ્રોજન-ઇંધણવાળાં વાહનોનો સમાવેશ થાય છે. તેમાં 15 હાઇડ્રોજન ફ્યુઅલ સેલ વાહનો અને 22 ઇન્ટર્નલ કમ્બન્શન એન્જિન આધારિત વાહનોનો સમાવેશ થાય છે.