ગુણવંતભાઈ શાહના નિવાસે મોરારિબાપુની પધરામણી

Wednesday 12th March 2025 07:59 EDT
 
 

જાણીતા વિચારક, લેખક અને પત્રકાર ગુણવંતભાઈ શાહના વડોદરાસ્થિત નિવાસસ્થાને 7 માર્ચે પરમપૂજ્ય મોરારિબાપુએ પધરામણી કરી હતી. આ નિમિત્તે ગુણવંતભાઈ અને તેમના પરિવારજનોએ તેમનું ઉષ્માભેર સ્વાગત કરી આગતા-સ્વાગતા કરી હતી. બાપુ સાથે ગુણવંતભાઈ શાહે અનેક યાદોને તાજા કરી હતી. વિદાય સમયે મોરારિબાપુએ તેમના આતિથ્યને જોઈ કવિ કાગની પંક્તિ ‘કાગ એને પાણી પાજે, ભેળો બેસી ખાજે રે...’  લલકારી હતી.


comments powered by Disqus