અમદાવાદઃ ઇનોવેશન આધારિત ગ્લોબલ લાઇ સાયન્સીસ કંપની ઝાયડસ લાઇફ સાયન્સીસ લિમિટેડ ગેટ્સ ફાઉન્ડેશન સાથે મળી શિગેલોસિસ અને ટાઇફોઇડ સામે રક્ષણ આપતી કોમ્બિનેશન વેક્સિન બનાવવા પર તે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. વિશ્વમાં સૌપ્રથમ વખત વિકસાવાઈ રહેલી આ વેક્સિન જીવલેણ એન્ટેરિક બીમારીઓ ટાઇફોઇડ અને શિગેલા સામે સુરક્ષા પૂરી પાડવા માટે સંભાવનાઓ સાથે ભારતની ઇનોવેશન ક્ષેત્રે ક્ષમતાઓને દર્શાવે છે. ઝાયડસ આ કોમ્બિનેશન વેક્સિન માટે જરૂરી સ્ટડીઝ હાથ ધરશે. આ પ્રોજેક્ટ માર્ચ 2025માં શરૂ થવાની સંભાવના છે અને ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા સમર્થિત રહેશે.

