તાંત્રિકે પરિવાર સામે 4 વર્ષની દીકરીનો બલિ ચડાવ્યો

Wednesday 12th March 2025 06:17 EDT
 
 

બોડેલીઃ અંધશ્રદ્ધાએ માત્ર 4 વર્ષની માસૂમ બાળકીનો ભોગ લીધો હોવાની ઘટના બોડેલીના પાણેજ ગામે સામે આવી છે. આ ગામમાં એક ભૂવાએ પોતાના પડોશમાં રહેતી બાળકીની હત્યા કરીને તેનું લોહી માતાજીના મંદિરના પગથિયે ચઢાવ્યું હતું. આ સમગ્ર ઘટના બાળકીના પરિવારજનોની સામે જ થઈ હતી. નાનકડી રીટા પોતાના ઘરની બહાર રમી રહી હતી, ત્યારે પડોશમાં રહેતો તાંત્રિક લાલા તડવી તેને ઉપાડીને પોતાના ઘરમાં લઈ ગયો હતો અને ગળે કુહાડીના ઘા મારી દીધા હતા. એટલું જ નહીં તેનું લોહી ચઢાવ્યું હતું.


comments powered by Disqus