પોરબંદરઃ મૂળ પોરબંદરના વેપારી વિનય સોનેરી મોઝામ્બિકના માપુટો ખાતે 16 વર્ષથી જનરલ સ્ટોર ધરાવે છે. આ યુવાનનું 3 માર્ચના રાત્રીના સ્ટોર ખાતેથી અપહરણ કરાયું છે. તેમનો ચાર દિવસથી કોઈ પત્તો લાગ્યો નથી. જે બાબતે તેમના પરિવારજનો દ્વારા વિદેશમંત્રાલય, સાંસદ, ધારાસભ્ય, કલેકટર, ગૃહમંત્રીને ૩ દિવસ પૂર્વે રજુઆત કરી છતાં કોઈ પગલું નથી લેવાતા પરિવારમાં રોષ ફેલાયો છે. વિનયભાઈ તેમનો સ્ટોર બંધ કરી ઓઘરે જતાં હતા ત્યારે કેટલાક હથિયારધારીઓએ આવી ફાયરિંગ કરી તેમનું અપહરણ કરી લીધું હતું.