લખનઉ: લખનઉ અદાલતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે વીર સાવરકર વિશે આપેલા નિવેદનના કેસ સંદર્ભે દાખલ થયેલા કેસમાં રાહુલને રૂ. 200નો દંડ કર્યો છે. મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટની કોર્ટે મુદતે સતત ગેરહાજર રહેતાં રાહુલ ગાંધીને આ દંડ ફટકાર્યો છે. અદાલતે રાહુલને 14 એપ્રિલે હાજર ન રહે તો કાર્યવાહીની ચેતવણી આપી છે. રાહુલ ગાંધીએ વીર સાવરકર મુદ્દે આપેલી ટિપ્પણીને મુદ્દે દાખલ થયેલા કેસમાં સુનાવણી ચાલી રહી હતી.

