ઇડરઃ દાવડ ગામની સીમમાં આવેલી જમીનમાં ધારાસભ્ય રમણલાલ વોરા સહિતના લોકો ગેરકાયદે ખેડૂત ખાતેદાર બન્યા હોવાનો અને ગણોતધારાની જોગવાઈ મુજબ કાર્યવાહીની માગ સાથે અમદાવાદના અરજદારે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. જે બાદ કલેક્ટર કચેરીએ રમણલાલ સહિતના લોકો સામે નિયમ મુજબ કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.