વહાલી દીકરી યોજનામાં રૂ. 1.10 લાખની સહાય

Wednesday 12th March 2025 06:18 EDT
 
 

ગાંધીનગરઃ વિધાનસભા ગૃહ ખાતે કચ્છ અને અમદાવાદ જિલ્લામાં વ્હાલી દીકરી યોજના અંગે પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળકલ્યાણ મંત્રી વતી જવાબ આપતાં મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ યોજના અંતર્ગત રાજ્યની 2.78 લાખથી વધુ દીકરીને લાભ અપાશે. જેમાં કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 1,120 અરજી મંજૂર કરાઈ છે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં આ યોજના હેઠળ 7,434 લાભાર્થીને સહાય અપાઈ છે. રાજ્યની 2.78 લાખથી વધુ દીકરીને આનો લાભ મળ્યો છે.


comments powered by Disqus