સુરતઃ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં 25 અને 26 ફેબ્રુઆરીએ લાગેલી આગના કારણે 700થી વધુ વેપારીઓ રસ્તા પર આવી ગયા છે. આગ કાબૂમાં આવ્યાને સાત દિવસ વીતી ચૂક્યા બાદ પણ વેપારીઓની સમસ્યા ઘટવાના બદલે વધી રહી છે. ચોથા અને પાંચમા માળે દુકાને ધરાવતા વેપારીઓને બુધવારે દુકાન જોવા માટે જવા દેવાયા હતા. દુકાન જોઈને પરત ફરેલા વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો. દુકાનમાં રહેલો પોતાનો કરોડો રૂપિયાનો માલ ગાયબ થઈ ગયાનો આક્ષેપ કર્યો હતો.
માર્કેટના ચોથા અને પાંચમા માળે આવેલી દુકાનોની મુલાકાત લીધા બાદ મોટાભાગના વેપારીઓએ પોતાની દુકાનમાં રહેલા માલની ચોરી થયાનો દાવો કર્યો હતો. વેપારીઓએ સમગ્ર મામલે સીબીઆઇ તપાસની માગ કરી હતી અને PM મોદી મદદ કરે તેવી પણ આશા વ્યક્ત કરી હતી.