ગાંધીનગરઃ ગિફ્ટ સિટીમાં ભારતીય ડાયાસ્પોરા દ્વારા કરાયેલું રોકાણ 7 અબજ ડોલરને પાર થયું છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરના ટોચના અધિકારીના જણાવ્યા પ્રમાણે 2024માં એનઆરઆઇ અને વિદેશમાં વસતા મૂળ ભારતીયો દ્વારા મોકલવામાં આવેલું ભંડોળ 129 અબજ ડોલરથી વધુનું થઈ ચૂક્યું છે. ફાઇનાન્સિયલ સર્વિસ સેન્ટરના ચેરમેન કે. રાજારમણે જણાવ્યું હતું કે, અંદાજે 5 હજાર એનઆરઆઇ દ્વારા એક અબજ ડોલર કરતાં વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. સાથે જ તેમણે ફંડ ઇકો સિસ્ટમમાં 7 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.