મહુવાઃ તલગાજરડામાં ચિત્રકુટધામ યોજાયેલ સંતવાણી સન્માન સમારંભ પ્રસંગે મોરારિબાપુએ પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે, ભવિષ્ય જાગે અને વર્તમાન રહે આગે, એમ ભજનાનંદી હંમેશા મોજમાં જ હોય છે. મોરારિબાપુએ સંતવાણી સન્માન પ્રસંગે યોજાતા આ ઉપક્રમ અને ભજન અને ભજનિકો પ્રત્યેનાં પોતાના લગાવનો ઉલ્લેખ કરી પ્રસન્નભાવે કહ્યું કે ભજનથી ભૂત ભાગે એટલે ભૂતકાળની ચિંતા જાય, ભવિષ્ય જાગે એટલે ભવિષ્યકાળ ઊજળો થાય અને વર્તમાન રહે આગે એટલે વર્તમાનકાળ પ્રગતિમાં રહે છે. મોરારિબાપુએ કહ્યું કે ભજનાનંદીને ભય, ભ્રમ કે ભેદ રહેતો નથી. વેર, વ્યસન કે વિગ્રહ હોતાં નથી અને મર્મ, ધર્મ અને કર્મ સમજાઈ જાય છે.
સમારોહમાં સંચાલનમાં હરિશ્ચંદ્ર જોષીએ પ્રાસંગિક વાતમાં ગેમલજીબાપુની રચનાઓનો સાથે ચરિત્ર ઉલ્લેખ કર્યો તેમજ આ ઉપક્રમણની તબ્બક્કા વાર ઉમેરણની વિગત જણાવી હતી.

