વડોદરા શહેરનું ગૌરવ અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ખેલાડી રાધા યાદવ વિમેન્સ વર્લ્ડકપ જીત્યા બાદ પ્રથમવાર વડોદરા આવી પહોંચતા તેના સન્માનમાં ભવ્ય રોડ-શોનું આયોજન કરાયું હતું. રોડ-શો એરપોર્ટ સર્કલ, મીરાં ચારરસ્તા, ગાંધીપાર્ક, સંગમ ચારરસ્તા, કારેલીબાગ પાણીની ટાંકી, મુક્તાનંદ સર્કલ, આનંદનગર અને અમિતનગર વિસ્તારથી પસાર થઈને કૃગારા ક્રિકેટ એકેડેમી ખાતે પૂર્ણ થયો હતો. રાધાના સ્વાગત માટે મોટી સંખ્યામાં સ્થાનિકો ઊમટી પડ્યા હતા.

