મહેસાણાઃ દૂધ સાગર ડેરીના રૂ. 22.50 કરોડના સાગર દાણ કેસમાં પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીને 7 વર્ષની સજાનો હુકમ થયો છે. તેમણે ડેરીની ચૂંટણી લડવા આ કેસમાં સ્ટે માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જો કે સુનાવણીના અંતે કોર્ટે અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો. જેથી પૂર્વ ચેરમેનની આગામી સમયમાં યોજાનારી ડેરીની ચૂંટણી લડવાની મહેચ્છા પર બ્રેક લાગી હતી. 12 વર્ષ અગાઉ દુષ્કાળના સમયે વિપુલ ચૌધરી અને નિયામક મંડળે રૂ. 22.50 કરોડનું દાણ મોકલ્યું હતું.

