હાઇકોર્ટે સુરત દુષ્કર્મ કેસમાં આસારામને 6 મહિનાના જામીન આપ્યા

Wednesday 12th November 2025 05:30 EST
 
 

અમદાવાદઃ સુરત દુષ્કર્મના કેસમાં જેલમાં બંધ આસારામને ગુજરાત હાઇકોર્ટથી 6 મહિનાના જામીન મળ્યા છે. દુષ્કર્મના કેસમાં આસારામે જોધપુર કોર્ટથી 6 મહિનાના જામીન મળ્યા હતા, તેને આધાર બનાવીને ગુજરાત હાઈકોર્ટમાં જામીન માટે પિટિશન કરી હતી. આસારામ તરફથી વકીલે રજૂઆત કરી હતી કે, આસારામ હૃદયરોગ સંબંધિત બીમારીમાં સપડાયેલા છે, તેમને સારવારનો અધિકાર છે. ગુજરાત હાઈકોર્ટે આસારામને જામીન આપ્યા છે અને નોંધ્યું છે કે, જોધપુર હાઈકોર્ટે જામીન આપ્યા એટલે ગુજરાત હાઈકોર્ટ અલગ વલણ અપનાવી શકે નહીં. જો રાજસ્થાન સરકાર આ જામીનને પડકારે તો ગુજરાત સરકાર પણ આવું કરી શકે છે. સરકાર તરફથી કોર્ટમાં દલીલ કરાઈ હતી કે, રાજસ્થાનમાં પૂરતી તબીબી સારવાર ના હોય
તો સાબરમતી જેલમાં સ્થળાંતરિત કરી શકાય તેમ છે.


comments powered by Disqus