રાજકોટઃ રાજકોટથી 30 કિ.મી. દૂર અમદાવાદ હાઈ-વે પર આવેલા હીરાસર આંતરરાષ્ટ્રીયની સંદરતામાં હવે વધુ એક ચાંદ ઉમેરાઈ રહ્યો છે. હીરાસર એરપોર્ટ જવાના રસ્તે ગુજરાતનો સૌપ્રથમ ટ્રમ્પેટ સેટ બિજ આકાર લઈ રહ્યો છે. રૂ.52 કરોડના ખર્ચે બની રહેલો આ બિજ જોતા જ રાજકોટ આવતા કે રાજકોટથી જતા તમામ લોકો તેનો આનંદ માણશે. 2026 સુધીમાં આ બ્રિજની કામગીરી પૂરી થવાની શક્યતા છે. આ બ્રિજની ડિઝાઈન ટ્રમ્પેટ સેટ જેવી છે જે ગુજરાતમાં પહેલીવાર આવી ડિઝાઈ નનો બ્રિજ બનાવાયો છે. આ બિજ આકાર લેતા સૌથી પહેલા તો અકસ્માત પર અંકુશ આવી જશે. બિજનો એક ભાગ રાજકોટથી સીધો એરપોર્ટ તરફ જશે અને આવશે. તો બીજો ભાગ એરપોર્ટથી અમદાવાદ તરફ, મોરબી તરફ
અને જીવાપર તરફ જવા માટે પણ જુદા-જુદા રસ્તાઓ નીકળશે.

