નવી દિલ્હીઃ ભારતનું ડિફેન્સ પ્રોડક્શન નાણાકીય વર્ષ 2024-25માં રૂ. 1,50,590 કરોડ થયું હતું જે ઓલટાઇમ હાઇ છે તેમ સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું. અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં તે 18 ટકાનો વધારો દર્શાવે છે. ગયા વર્ષે દેશનું ડિફેન્સ પ્રોડક્શન રૂ. 1.27 લાખ કરોડ હતું.
રાજનાથ સિંહે કહ્યું કે,, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતનું ડિફેન્સ પ્રોડક્શન રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. આ સંરક્ષણ પ્રોડક્શન 2019-20 પછી પછી 90 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. તે વખતે દેશમાં સંરક્ષણ સાધનોનું ઉત્પાદન રૂ. 79,071 કરોડ હતું. સંરક્ષણ મંત્રીએ ડિફેન્સ પ્રોડક્શન વધવા માટેનો શ્રેય ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ પ્રોડક્શન તેમજ તમામ હિતધારકો અને સંરક્ષણ ક્ષેત્રનાં તમામ જાહેર સાહસો અને ખાનગી કંપનીઓને આપ્યો હતો
ભારત દ્વારા ડિફેન્સ પ્રોડક્શન ઓલટાઇમ હાઇ પહોંચાડીને સરકાર આત્મનિર્ભર ભારત પર વધારે ફોકસ કરવા માગે છે. સરકારે ઓલટાઈમ હાઈ ઉત્પાદન હાંસલ કરીને સ્વાવલંબન સાધ્યું છે.