ભુજઃ આગામી 21 ઓગસ્ટથી ભુજથી સુરત જવાનું વધુ સરળ બનશે, કારણ કે ભુજ અને સુરત વચ્ચે દૈનિક વિમાનસેવા શરૂ થવા જઈ રહી છે. આ સેવા શરૂ થવાથી બંને શહેરો વચ્ચેનું અંતર માત્ર એક કલાકમાં કાપી શકાશે, જે મુસાફરો માટે મોટી રાહત છે.
ભુજ એરપોર્ટ ઓથોરિટીના અધિકારી નવીન સાગરે આ સમાચારની પુષ્ટિ કરી છે. આ સેવા સ્ટાર એર કંપની દ્વારા પૂરી પડાશે. કંપનીએ ભુજથી સુરત માટે નવી ફ્લાઇટ શરૂ કરવા માટે પ્રસ્તાવ મૂક્યો હતો, જેને મંજૂરી મળી ગઈ છે. આ હવાઈયાત્રા માટે 50 સીટર વિમાનનો ઉપયોગ કરાશે.