નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરો (ઈડી)ને કડક ચેતવણી આપી છે કે, તે 'ઠગ'ની જેમ કામ કરે નહીં. કોર્ટે કહ્યું કે ઈડીને કાયદાની મર્યાદામાં રહીને જ કાર્યવાહી કરવી પડશે. પીએમએલએ હેઠળ ઇડીને અપાયેલી ધરપકડની સત્તાને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સર્વોચ્ચ અદાલતે આ ટિપ્પણી કરી હતી. બેન્ચે ઈડીની ઈમેજ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ ભુઈયાંએ કહ્યું, 5 વર્ષમાં ઈડીએ 5 હજાર કેસ નોંધ્યા, પરંતુ સજા દર 10 ટકાથી પણ ઓછો છે.