એકમાત્ર ગામ જ્યાં રક્ષાબંધને બહેનો ભાઈને રાખડી બાંધતી નથી

Wednesday 13th August 2025 06:00 EDT
 
 

પાટણઃ દેશભરમાં રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે ઊજવાય છે, પરંતુ પાટણના સમી તાલુકાના ગોધાણા ગામે છેલ્લાં 250 વર્ષથી શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવાતી નથી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરા આજેપણ અકબંધ છે અને આ ગામની તમામ બહેનો ભાદરવી તેરસે ભાઈઓને રાખડી બાંધી રક્ષાબંધન ઊજવે છે.
ગ્રામજનોએ જણાવ્યું કે, ગામમાં અઢીસો વર્ષ પહેલાં રક્ષાબંધનના દિવસે ગામના 4 બળેવિયા તળાવમાં નાળિયેર લેવા જતા ડૂબી ગયા હતા. જો કે ચમત્કારિક રીતે આ 4 યુવાનો ભાદરવા સુદ તેરસના દિવસે તળાવથી જીવિત બહાર આવ્યા હતા. તેથી આ દિવસે બહેનો અધૂરી રક્ષાબંધનની ઉજવણી પૂર્ણ કરે છે.


comments powered by Disqus