પવિત્ર શ્રાવણમાસમાં ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું કામનાથ મહાદેવ મંદિર અલગ પડે છે. વાત્રક નદીના કિનારે આવેલા કામનાથ મહાદેવ ખાતે સાત નદીનું સંગમસ્થાન છે. આ 600 વર્ષ જૂના મંદિરમાં મોટી સંખ્યામાં લોકો દર્શને આવે છે, ખાસ વાત એ છે કે મંદિરમાં 600 વર્ષથી ઘી ભરેલાં માટલાં સાચવી રખાયાં છે, જેનાથી અખંડજ્યોત પ્રગટાવાય છે. આ માટલાં પર ક્યારેય કોઈ જીવાત નથી થતી, કે ઘી બગડતું પણ નથી.