ઉત્તરાખંડના ગંગોત્રીમાં પૂર આવતાં સેંકડો યાત્રીઓ ફસાઈ ગયા હતા, જેમાં ગુજરાતી પ્રવાસીઓ પણ સામેલ હતા, જે તમામ ગુજરાતી યાત્રાળુઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યૂ કરાયેલા યાત્રીઓમાં અમદાવાદના ઇસનપુરના ધનગૌરીબહેન પણ સામેલ હતાં. હર્ષિલ હેલિપેડ પર ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામીએ રેસ્ક્યૂ કરાયેલા લોકોની મુલાકાત લીધી હતી. જ્યાં સમયસર બચાવ કરવા બદલ ધનગૌરીબહેને સીએમ પુષ્કરસિંહને મળીને આભાર માન્યો હતો. એટલું જ નહીં પોતાની સાડીનો છેડો ફાડીને મુખ્યમંત્રીને રાખડી બાંધી હતી. આ સમયે મુખ્યમંત્રી ધામી સહિત સૌ ભાવુક બન્યા હતા.