વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના દરમિયાન પર જ લટકી ગયેલી ટેન્કરને આખરે 28 દિવસે હટાવી લેવામાં સફળતા મળી હતી. ટેન્કર પાછી મળતાં ટેન્કરના માલિકે બે હાથ જોડીને ભગવાનનો આભાર માન્યો હતો. બીજી તરફ દુર્ઘટના દરમિયાન નીચે મહીસાગર નદીમાં ખાબકેલી કેમિકલ ભરેલી ટેન્કરની કેપ્સ્યૂલ હજુ નીકળી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, 9 જુલાઈએ પાદરા અને આણંદને જોડતા ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાઈ હતી. જે દરમિયાન ઉપર એક ટેન્કર લટકી ગઈ હતી. પોરબંદરની વિશ્વકર્મા મરિન કંપનીની મદદથી આણંદ જિલ્લા વહિવટી તંત્રએ બલૂન ટેક્નોલોજીની મદદથી આ લટકતા ટેન્કરને બ્રિજ પર ખેંચી લીધું હતું. 28 દિવસે ટેન્કર પરત મળતાં ટેન્કરના માલિક ગદગદિત થઈ ગયા હતા. તેમણે ભગવાનને બે હાથ જોડીને આભાર માન્યો હતો.