ગાંધીનગરઃ રાજ્યપાલ દ્વારા વિધાનસભાના ચોમાસા સત્રની 8થી 10મી સપ્ટેમ્બર સુધી ત્રિદિવસીય સત્રનું આહવાન કરાયું છે. વિધાનસભા સત્ર દરમિયાન તાજેતરમાં (યુસીસી)ની કમિટી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળી હતી અને થોડા દિવસોમાં જ તેનો અહેવાલ રજૂ કરવાના છે, ત્યારે રાજ્ય સરકાર આગામી વિધાનસભા સત્ર આડે એક મહિનો બાકી હોવાથી યુસીસીનો કાયદો રજૂ કરે તો નવાઇ નહીં. આ ઉપરાંત જીએસટી સુધારા વિધેયક, ફેક્ટરી એકટ સુધારા વિધેયક વિધાનસભામાં આવશે તેમ વિધાનસભા અધ્યક્ષ શંકરં ચૌધરીએ કહ્યું હતું.