ડ્રાઇવરે કાબૂ ગુમાવતાં કાર 40 ફૂટ નીચે નદીમાં પડી, 4 શિક્ષકનાં મોત

Wednesday 13th August 2025 06:00 EDT
 
 

બાયડઃ મોડાસામાં શામળાજી બાયપાસ હાઇવે પરે રક્ષાબંધનની રાત્રે કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં કાર પૂલ પરથી 40 ફૂટ નીચે માઝૂમ નદીમાં ખાબકતાં 4 શિક્ષકનાં મોત થયાં હતાં.
મોડાસામાં પૂર્વમાંથી પસાર થતા શામળાજી-ગોધરા બાયપાસ હાઇવે પર રક્ષાબંધનની રાત્રે 9:30 વાગ્યે પસાર થઈ રહેલી ગાડીના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ગાડી માઝૂમ નદીના પુલ પરથી 40 ફૂટ નીચે ખાબકતાં ગોઝારી દુર્ઘટનામાં મોડાસાની ખાનગી સ્કૂલમાં ધોરણ-11-12 સાયન્સના કોચિંગ ક્લાસ ચલાવતા રાજસ્થાનના 2 અને બે ગુજરાતના સહિત 4 શિક્ષકોનાં મોત થયાં હતાં.


comments powered by Disqus