નેપાળના પીએમ ઓલી 16-17 સપ્ટેમ્બરે ભારતના પ્રવાસે આવશે

Wednesday 13th August 2025 06:59 EDT
 
 

નવી દિલ્હીઃ નેપાળના પીએમ કે.પી. શર્મા ઓલી 16-17 સપ્ટેમ્બરે ભા૨તના પ્રવાસે આવી શકે. આ દરમિયાન વેપાર, કનેક્ટિવિટી, હાઇડ્રોપાવર અને સરહદ જેવા મુદ્દા પર તેઓ ચર્ચા કરશે. વિદેશમંત્રીના મીડિયા સલાહકાર એકરાજ પાઠકે જણાવ્યું કે, મંત્રાલય આ હાઇલેવલ પ્રવાસના એજન્ડા - કાર્યક્રમ નક્કી કરવામાં લાગેલું છે. ઓલીની સાથે વિદેશમંત્રી અર્જુના રાણા દેઉબા પણ આવશે. નેપાળગંજ દિલ્હીની વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવી ટોચની પ્રાથમિકતા હશે. 


comments powered by Disqus