પાટણઃ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સિંધી સમાજ દ્વારા તેમના ઇષ્ટદેવ ભગવાન ઝુલેલાલની યાદમાં ચાલીસા વ્રતની ઉજવણી કરાઈ. આ પવિત્ર અવસર પર ભરૂચથી ઝુલેલાલ ભગવાનના 26મા વંશજ અને વર્તમાન ગાદેશ્વર, પરમપૂજ્ય ઠાકુર સાઈ મનીષ લાલસાહેબનું પાટણ ખાતે આગમન થયું હતું.
સાઈ મનીષ લાલસાહેબજીએ પાટણની મુલાકાત લઈ ચાલીસા વ્રત કરનારાં 46 ભાઈ-બહેનોને વિશેષ આશીર્વાદ પાઠવ્યાં હતાં. તેમણે ઝુલેલાલ ભગવાનની અમર કથાનો મહિમા સમજાવ્યો હતો. આ કાર્યક્રમમાં સિંધીસમાજના અનેક પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.