રક્ષાબંધનના પવિત્ર પર્વ પર સીએમઓ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં બહેનો મુખ્યમંત્રી ભાઈ ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધવા પહોંચી હતી. આ નિમિત્તે રાજ્યના વિકાસને સર્વોપરિ ગણનારા અને મહિલાઓ માટે સુરક્ષિત વાતાવરણ પૂરું પાડનારા ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી તેમની લાંબી ઉંમરની સાથે જનતાની વધુ સેવા માટે શુભકામના પાઠવી હતી.