રાપરઃ કચ્છના રાપર તાલુકાના ઉમૈયા ગામે રવિવારે 400 ફૂટ ઊંડા બોરવેલમાં 8 વર્ષીય બાળક પડ્યો હતો, પણ તેણે પલાંઠી વાળી દેતાં તે 150 ફૂટે ફસાયો હતો. આ વાતની જાણ થતાં આસપાસ હાજર ખેડૂતોએ દોરડું નાખી તેને બહાર કાઢ્યો હતો. એક વખત દોરડું છૂટતાં બાળક બીજી વાર પડ્યો, જેમાં તેને પગમાં ફ્રેક્ચર થતાં પાટણ હોસ્પિટલ લઈ જવાયો હતો.
રવિવારે 8 વર્ષીય રાકેશ મહેશ કોલી માતા સાથે ખેતરે ચારો લેવા ગયો હતો, જ્યાં તેના મિત્રોએ રમતાં-રમતાં બોરવેલ પર રાખેલો પથ્થર દૂર કરતાં રાકેશ 400 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયો હતો. જો કે તેણે પલાંઠી વાળી લેતાં 150 ફૂટ જેટલાં ઊંડા ગાળામાં જઈને ફસાઈ ગયો હતો.