અમદાવાદ: સાણંદમાં અમેરિકન કંપની માઇક્રોન દ્વારા સ્થપાયેલા સેમિકંડક્ટર અને ચિપસેટ પ્લાન્ટનું બાંધકામ પૂર્ણતા તરફ છે. સૂત્રો મુજબ ડિસેમ્બર 2025 કે જાન્યુઆરી 2026માં અહીંથી ઉત્પાદન શરૂ થઈ શકે છે. ભારત સરકારે શરૂ કરેલા સેમિકંડક્ટર મિશનમાં પ્રથમ પ્રોજેક્ટ તરીકે જૂન 2023માં માઇક્રોનને મંજૂરી મળી હતી. ચિપ બનાવવા અહીં સ્થપાયેલા ક્લીનરૂમને માન્યતા માટેની કામગીરી ચાલી રહી છે. મેમરી ચિપસેટના વેચાણમાં માઇક્રોન વિશ્વમાં ટોચની 5 કંપનીમાં સ્થાન ધરાવે છે.