અમદાવાદ: અમદાવાદમાં સપ્તક સ્કૂલ ઓફ મ્યુઝિક અને આકાશવાણી સાથે જોડાયેલા મેવાતી ઘરાનાના જાણીતા ગાયક નીરજ પરીખનું ગુરુવારે શ્રીનાથજીથી અમદાવાદ આવતાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે. પ્રખ્યાત ગાયક અને પિતા કૃષ્ણકાંત પરીખ પાસેથી તેમણે પ્રારંભિક તાલીમ મેળવી અને પછી તેઓ સંગીત માર્તંડ પદ્મ વિભૂષણ પંડિત જસરાજના ગંડબંધ શાગિર્દ તરીકે 30 વર્ષ તાલીમ પામ્યા હતા.