3 વર્ષ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા

Thursday 16th January 2025 01:56 EST
 
 

રાજકોટઃ છેલ્લા કેટલાક મહિનાઓથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિની નિમણૂકની ઘડીઓ ગણાતી હતી. જોકે લાંબી રાહ જોવડાવ્યા બાદ આજે એકાએક ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે ડો. ઉત્પલ શશીકાંત જોશીની નિમણૂક કરાઈ છે. આમ, ત્રણ વર્ષ પછી ડો. જોશી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કાયમી કુલપતિ મળ્યા છે. તેઓ કમુહૂર્તા પછી ચાર્જ  સંભાળશે. ડો. ઉત્પલ જોશી હાલ ગુજરાત યુનિવર્સિટીમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા છે.


comments powered by Disqus