મુન્દ્રાઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ લિમિટેડે જાહેરાત કરી હતી કે, તેને ‘એસ એન્ડ પી ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનેબિલિટી એસેસમેન્ટ (સીએસએ) 2024’માં વિશ્વની ટોચની 10 પરિવહન માળખાકીય કંપનીઓમાં સામેલ કરવામાં આવી છે. આ મોટી સિદ્ધિ એ એપી એસઇઝેડ દ્વારા જવાબદાર બિઝનેસ પ્રેક્ટિસ અને ટકાઉપણાના ક્ષેત્રમાં કરેલા સારા કામનો પુરાવો છે.
કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું કે, એપી એસઇઝેડ સ્કોર ગયા વર્ષની સરખામણીમાં 3 પોઇન્ટ સુધરીને 68 થયો છે. એપી એસઈઝેડ હવે સેક્ટરમાં 97મા પર્સેન્ટાઇલ પર છે, જે 2023ના 96માં પર્સેન્ટાઇલ કરતાં વધુ સારું છે. અદાણી પોર્ટ કંપનીના સીઈઓ અશ્વની ગુપ્તાએ આ સફળતા અંગે કહ્યું કે, ‘અમારી ટીમના સમર્પણ અને અમારા તમામ કામગીરીમાં સંકલન માટેના પ્રયત્નોનું આ પરિણામ છે.

