ડ્રગ્સ વિરુદ્ધ અભિયાનઃ યુવાનની 17 હજાર કિમીની યાત્રા

Thursday 16th January 2025 01:56 EST
 
 

સુરતઃ એક સામાન્ય ખેડૂત પરિવારના પુત્ર સંતોષ સાંખટે પોતાની માત્ર 100 સીસીની સ્પ્લેન્ડર બાઇક પર ડ્રગ્સ વિરુદ્ધનું અભિયાન ‘સે નો ટુ ડ્રગ્સ’નો સંદેશો ફેલાવતાં એક લાંબી યાત્રા કરી. આ યાત્રા હેઠળ સંતોષે 12 જ્યોતિર્લિંગ અને ચારધામ ઉપરાંત સમગ્ર દેશનું પરિભ્રમણ કર્યું, તો નેપાળ પશુપતિનાથની પણ યાત્રા કરી. સંતોષ આ અભિયાનથી ભરૂચ આવી પહોંચતાં ભરૂચના જાણીતા સાઇકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. આ અંગે તેણે કહ્યું હતું કે, સપનાં તો બધા જુએ છે પણ તેને સાકાર કરવાનો દમ બહુ જ ઓછા લોકો રાખે છે.


comments powered by Disqus