ગાંધીનગર જિલ્લાના બહિયલમાં ગુરુવારે ગુનાખોરીમાં સંડોવાયેલા 30 લોકો અને તેમનાં સગાંનાં 186 ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં હતા. આ ડિમોલિશન કાર્યવાહી એક હજારથી વધુ પોલીસ જવાનોની હાજરીમાં કરાઈ હતી. ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું કે, 10 દિવસમાં આ ગેરકાયદે નિર્માણ શોધીને નોટિસ અપાઈ હતી. ગુરુવારે ગોધરામાં પણ સરકારી જમીન પર બનેલાં 33 મકાનો તોડવામાં આવ્યાં હતાં.

