કેશોદઃ જૂનાગઢના કેશોદમાં ટેકનિકલ ખામીના કારણે છેલ્લા ત્રણ મહિનાથી બંધ રહેલું એરપોર્ટ ફરી કાર્યરત્ થયું છે, જેના કારણે કેશોદથી અમદાવાદ, દીવ અને મુંબઈ જેવાં મહત્ત્વનાં સ્થળો માટે મુસાફરી ફરી શરૂ થઈ છે. ફ્લાઇટ્સ સવારે અમદાવાદથી કેશોદ અને સાંજે કેશોદથી અમદાવાદ જશે. કેશોદ એરપોર્ટના ડાયરેક્ટરે જણાવ્યું કે, ત્રણ મહિનાથી ફ્લાઇટ બંધ હોવાથી એન્જિનમાં ખામી સર્જાઈ હતી. જો કે ફ્લાઇટનું મેઇન્ટેનન્સ કામ પૂર્ણ થયું છે.

