વેપારીઓ, ધંધાર્થીઓ દર નવા વર્ષે શુકનવંતા મુહૂર્તમાં ચોપડા ખરીદતા હોય છે અને નવા વર્ષના શુભમુહૂર્તે તેમાં આંકડા પાડી લેખાંજોખાંની શરૂઆત કરતા હોય છે. સાંપ્રત યુગમાં પારંપરિક ચોપડાનું સ્થાન ઘણા સ્થળે કોમ્પ્યુટરે લીધું છે, છતાં ચોપડાનો મહિમા ઓસર્યો નથી. આ ચોપડા તૈયાર કરવા પણ નિષ્ણાત કારીગરો હોય છે.

