પૂર્વ આઇપીએસ કુલદીપ શર્મા સામે ભુજ કોર્ટનું વોરંટ

Wednesday 15th October 2025 05:43 EDT
 
 

ભુજઃ સેશન્સ કોર્ટે પૂર્વ આઇપીએસ કુલદીપ શર્મા વિરુદ્ધ ધરપકડ વોરંટ ઇશ્યૂ કર્યું છે. તેમને 1984માં કોંગ્રેસના એક નેતાને મારવાના ગુનામાં દોષિત ઠેરવાયા હતા, પરંતુ તેઓ સરેન્ડર ન થતાં કોર્ટે ધરપકડ વોરંટ ઇશ્યૂ કરી તેમને 15 દિવસમાં હાજર થવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, કુલદીપ શર્મા અગાઉ કચ્છમાં પોલીસ અધીક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. આ કેસ 40 વર્ષ જૂનો છે અને કચ્છ કોંગ્રેસના અગ્રણી મરહૂમ ઇભલા શેઠને મારવા સંબંધિત છે.


comments powered by Disqus