મહેસાણાઃ ફિલ્મફેર એવોર્ડમાં ભાગ લેવા ગુજરાતની મુલાકાતે આવેલા ફિલ્મ સ્ટાર અક્ષયકુમારે શનિવારે સવારે વડનગરમાં હાટકેશ્વર મહાદેવનાં દર્શન કર્યાં હતાં. દર્શન બાદ તેણે જણાવ્યું કે, અહીં ધ્યાન કરીએ ત્યારે હળવા સૂરે ‘ઓમ નમઃ શિવાય’નો નાદ સંભળાય છે.
ફિલ્મફેર એવોર્ડ પહેલાં શનિવારે અક્ષયકુમાર વડનગર પહોંચ્યા હતા, જ્યાં તેમણે પૌરાણિક હાટકેશ્વર મહાદેવનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મંદિરની કોતરણી નિહાળી આર્કિયોલોજિકલ મ્યુઝિયમ અને વડાપ્રધાને જે શાળામાં અભ્યાસ કર્યો હતો એ પ્રેરણા સ્કૂલની મુલાકાત લીધી હતી.

