વડોદરાઃ આગામી સમયમાં વિવિધ 600 પ્રકારના મટિરિયલનું વિશ્વસ્તરીય ટેસ્ટિંગ વડોદરામાં થશે. આ માટેની લેબના યુનિટનો માણેજામાં પ્રારંભ થયો હતો. આ લેબમાં ડિફેન્સ, એવિએશન, મેટલ ઇન્ડસ્ટ્રીઝ, ઇલેક્ટ્રોનિક્સ સહિત વિવિધ ક્ષેત્રનાં ઊંચા અને નીચા તાપમાને મટિરિયલના ટેસ્ટિંગ કરી શકાશે. બ્રિજ, રેલવે ટ્રેક જેવા મેટલ-સિમેન્ટ આધારિત સ્ટ્રકચર્સ, બોઇલર જેવા મોટાં પાત્રોથી માંડીને ઓટોમોબાઇલ સહિતની મશીનરીમાં વપરાતા સ્પેરપાર્ટ્સમાં મટિરિયલ ટેસ્ટિંગ ખૂબ જ અગત્યનું બને છે. લેબમાં યુરોપિયન લેબ કરતાં 80 ગણા સુધી ઓછા દરે અને સસ્તા ટેસ્ટ થશે.
વેલ્ડર, ફિટર-એન્જિનિયર્સ માટે ટ્રેનિંગ સેન્ટર શરૂ કરાશે
લેબમાં વેલ્ડર, ફિટર અને એન્જિનિયર્સને લેબોરેટરીને અનુરૂપ ટ્રેનિંગ અપાશે. જો કોઈ આઠમું કે નવમું ધોરણ પાસ છે, પરંતુ કામ
કરવાની ધગશ છે તેમને પણ યોગ્ય ટ્રેનિંગ આપીને રોજગારીની તક આપવામાં આવશે.

