મહેસાણાઃ મહેસાણાની ગણપત યુનિ.માં યોજાયેલી બે દિવસીય વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (ઉત્તર ગુજરાત)નું સમાપન થયું. આ રિજનલ કોન્ફરન્સમાં 1212 જેટલા MoU થયા, જેના થકી રૂ. 3.24 લાખ કરોડનું મૂડી રોકાણ ઉત્તર ગુજરાતમાં આવશે.
અહીં વિવિધ દેશોના ઉદ્યોગકારો, સંગઠનો ભાગ લેવા આવ્યાં હતાં. તેમની સાથે ગુજરાતનાં ઉત્પાદનોની નિકાસ અંગે બેઠકો થઈ હતી. આ બેઠકો દ્વારા રૂ. 500 કરોડના વેપારનો અંદાજ છે. ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે, ‘રિજિયોનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ થીમ પર આયોજિત કોન્ફરન્સ ઉદ્યોગ, રોકાણ, રોજગારીની નવી તકો ઊભી કરશે

