સુરતઃ ઉધનામાં પતિએ પત્નીની નજર સામે સાળી અને સાળાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી. જલારામ નગર-2માં 32 વર્ષીય જીજા સંદીપ ઘનશ્યામ ગૌડનો પોતાની સાળી પ્રત્યેનો ગાંડપણભર્યો અને એકતરફી પ્રેમ એટલી હદે પહોંચ્યો હતો કે, તેણે સાળી સાથે લગ્નની માગ કરી, જે પૂર્ણ ન થતાં ડબલ મર્ડરનો ગુનો આચર્યો હતો. હત્યા બાદ ફરાર હત્યારા જીજાને પોલીસે બાતમીના આધારે ઉધના રેલવે સ્ટેશનથી ઝડપી લીધો હતો. હત્યા પહેલાં હત્યારા જીજાના શબ્દો હતા કે, ‘જો મમતા મારી નહીં થાય તો બીજા કોઈની નહીં થવા દઉં અને તેને મારી નાખીશ.’
