ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપના નવ નિયુક્ત પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્માએ અંબાજી મંદિરે ધજા ચડાવી અને દર્શન કરી પોતાના સંગઠનાત્મક પ્રવાસનો પ્રારંભ કર્યો. તેમણે પ્રમુખ બન્યા બાદ એક સંકલ્પ જાહેર કર્યો છે કે, તેમના અભિવાદન માટે લોકોએ ફૂલના બૂકેને બદલે બૂક આપવી. આ દરમિયાન તેમણે ઊંઝાના ઉમિયા માતા મંદિરની મુલાકાત લીધી અને અહીં મંદિર ટ્રસ્ટે તેમના વજનના ભારોભાર 80 કિલો નોટબૂક આપી તેમનું અભિવાદન કર્યું હતું. વિશ્વકર્મા તેમને ભેટ સ્વરૂપે મળેલી આ નોટબૂક્સ ગરીબ બાળકોમાં અભ્યાસ અર્થે વહેંચશે.

