અંબાજીઃ શક્તિપીઠ અંબાજી મંદિરમાં અષાઢી પૂનમ અને ગુરુપૂર્ણિમાના પાવન અવસરે ભક્તિમય માહોલ સર્જાયો. વહેલી સવારથી જ માતાજીનાં દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. મંદિરના મુખ્ય પૂજારી દ્વારા પ્રાતઃ કાળે મંગળાઆરતી કરાઈ હતી, જનું વિશેષ મહત્ત્વ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો. આ નિમિત્તે 'બોલ મારી અંબે જય જય અંબે'ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગૂંજી ઊઠ્યું હતું. અંબાજી મંદિરમાં શક્તિદ્વાર સુધી ભક્તોની લાંબી કતારો જોવા મળી. મંદિરને આ ખાસ અવસર માટે રંગબેરંગી ફૂલોથી સુંદર રીતે શણગારાયું હતું..

