આદિવાસી સંગ્રહાલય બન્યું દાહોદની આગવી ઓળખ

Wednesday 16th July 2025 06:10 EDT
 
 

દાહોદઃ જિલ્લામાં આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા બનાવાયેલું આદિવાસી સંગ્રહાલય હવે દાહોદની આગવી ઓળખ બની રહ્યું છે. આ સંગ્રહાલયનું બાંધકામ 21 ફેબ્રુઆરી 2022એ શરૂ થયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2025એ વર્ચ્યુઅલી તેનું લોકાર્પણ કર્યું હતું. આ સંગ્રહાલય રૂ. 16.65 કરોડના ખર્ચે તૈયાર થયું છે. સંગ્રહાલયની દીવાલો પર મધ્યપ્રદેશના રાજુ વિશ્વકર્માએ આદિવાસી જીવનની ઝાંખી આપતાં ભીંતચિત્રો બનાવ્યાં છે. આ સંગ્રહાલય દાહોદના ઇન્દોર હાઇવે પર આવેલું છે. લોકાર્પણ બાદ પ્રથમ એક મહિના સુધી લોકો માટે પ્રવેશ નિઃશુલ્ક રહેશે. ટૂંક સમયમાં આદિવાસી સંગ્રહાલય જનતા માટે ખુલ્લું મુકાશે. લોકો અહીં આદિવાસી જીવનશૈલીને નજીકથી જોઈ શકશે, સમજી શકશે અને અનુભવી શકશે.
અહીં સર્વેલન્સ કેમેરા, અનાઉન્સમેન્ટ સિસ્ટમ, ટોઇલેટ, લોકર, પીવાનું પાણી, પાથ-વે જેવી પ્રાથમિક સુવિધા તો છે જ, સાથોસાથ ક્યુરેટર, ડિજિટલ ડિસ્પ્લે, ઇનડોર અને આઉટડોર થિયેટર, સ્ટેજ, એક્ઝિબિશન કમ સેલિંગ યુનિટ જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.


comments powered by Disqus