નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ રાજ્યસભામાં 4 હસ્તીઓને નોમિનેટ કર્યા છે. તેમાં પૂર્વ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા, ખાસ સરકારી વકીલ ઉજ્જવલ નિકમ, કેરળ ભાજપના નેતા સી, સદાનંદન માસ્ટર અને ઇતિહાસકાર ડો. મીનાક્ષી જૈનનો સમાવેશ થાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચારેયને અભિનંદન પાઠવ્યા છે અને તેમના યોગદાનની પ્રશંસા કરી છે. કલમ 80 હેઠળ રાષ્ટ્રપતિ 12 પ્રતિષ્ઠિત વ્યક્તિને રાજ્યસભામાં નોમિનેટ કરી શકે છે. આ વખતે 4 બેઠકો ખાલી હતી, જેના માટે આ નામાંકન કરાયાં છે. ઉજ્જવલ નિકમ 1993ના મુંબઈ બ્લાસ્ટ અને ગુલશન કુમાર હત્યા જેવા કેસોમાં વકીલાત કરી હતી. 2016માં તેમને પદ્મશ્રીછી નવાજવામાં આવ્યા હતા. સામાજિક કાર્યકર સી. સદાનંદ માસ્ટરના 1994માં રાજકીય વિરોધીઓએ બંને પગ કાપી નાખ્યા હતા. ડો. મીનાક્ષી જૈન ડીયુની ગાર્ગી કોલેજમાં પ્રોફેસર હતા અને અનેક પુસ્તકો લખ્યાં છે. હર્ષવર્ધન શ્રૃંગલા વિદેશ સેવા અધિકારી. અમેરિકા, થાઇલેન્ડમાં રાજદૂત અને બાંગ્લાદેશમાં હાઈ કમિશનર હતા.